KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લામાં ગત સાંજે વાવાજોડા સાથે પવન ફૂંકાતા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદ શહેર છોડી સર્વત્ર જગ્યાએ વરસાદ સારો એવો પડ્યો હતો.
વાવાઝોડામાં ઘણી જગ્યાએ વીજવાયરો, ઝાડ અને કેબલો તૂટી જવાથી નુકશાન થયું હતું. જયારે મુણધા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા એક આધેડ ઉમરના વ્યક્તિ જેમનું નામ ખુમાનભાઈ દેવડા છે તેમના પર વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયું હતું.