THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના ૩૪ વર્ષના યુવકને દાહોદ પોલીસના ગ્રીન કોરિડોર દ્વારા વડોદરા હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યા હતા. જેમાં ઝાલોદ નગરની સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવયુવાન જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમતા હતા તેવામાં પોલીસ તંત્રની માનવતા સામે આવી હતી. જિલ્લા પોલીસ વડા
હિતેશ જોઇસર, દાહોદ, ઝાલોદ અને લીમખેડાના Dy.S.P. સહિતના અધિકારીઓ દ્વારા ગ્રીન કોરિડોરમાં લીમડીના ૩૪ વર્ષીય પરેશભાઈ ડાંગીને વડોદરા પારુલ હોસ્પિટલ સુધી પહોચાડવા આવ્યા હતા જેમાં ઝાલોદ નગર કોરોના મુક્ત અભિયાન અંતર્ગત પ્રાઇવેટ ઓક્સિજન એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી હતી