THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી – કંબોઈ ધામ ખાતે આજે તા.૧૪/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ “જનજાતિ સુરક્ષા મંચ* દ્વારા એક વિશાળ જાહેરસભા યોજાઈ. જેમાં હજારોની વિશાળ સંખ્યામાં સંતો, મહંતો, વનવાસી સમાજ તથા અન્ય હિન્દુ સમાજના સંગઠનો ઉમટી પડ્યા હતા.
આ જાહેરસભામાં સંતો – મહંતો, સમાજના આગેવાનો દ્વારા “ડી – લિસ્ટીંગ” ધર્માતરિત થયેલને બેવડા અને ખોટા લાભ દૂર થાય એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો જે ખ્રિસ્તી અથવા મુસ્લિમ ધર્મ અપનાવે છે અને હજુ પણ અનુસૂચિત જનજાતિના અનામતનો લાભ મેળવે છે. આવા લોકોને “ડી – લિસ્ટ” કરવા જોઈએ અને તેઓને આરક્ષણથી મળતા લાભોથી દૂર રાખવા જોઈએ. જેથી જે લોકો ધર્માંતરણ કરેલ નથી તેઓને તેમનો અધિકાર મળે.
આજની આ જાહેરસભામાં સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિક્રમ દાસજી મહારાજ, દલસુખદાસજી મહારાજ, દયા નંદજી મહારાજ તથા દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, APMC ચેરમેન કનૈયાલાલ કિશોરી, સુધીરભાઈ લાલપુરવાલા, સ્નેહલ ધરિયા તથા અન્ય સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.