દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પંચાયતની બાજુમાં આવેલ વાલ્મિકીવાસમાં આજ દીન સુધી ના તો રસ્તાની સફાઇ કે ના તો ગટરની સફાઇ કરવામાં આવી છે. તેથી તાત્કાલિક ધોરણે વાલ્મિકીવાસમાં સાફસફાઇ કરાવમાં આવે નહિ તો આ વિસ્તારમાં ડેન્ગ્યુ જેવી બીમારીનો મોટો રોગચાળો ફાટી નીકળે તેનો ભય સતાવે છે આ બાબતે લીમડી ગ્રામ પંચાયતને લીમડી વાલ્મિકીવાસમાં રહેતા રહેવાસીઓ અને લીમડી ગ્રામ વિકાસ સંઘર્ષ સમિતિના જાગૃત નાગરિકો પ્રવીણભાઈ સોની, મહેશભાઇ પંચાલ, કપિલ સોની, નરેન્દ્ર રાઠોડ, વીરેન્દ્ર રાઠોડ વગેરે દ્વારા જાણ કરવામાં આવી છે અને તેને અગ્રિમતા આપી સફાઈની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં દિવા તળે અંધારું : ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ વાલ્મિકીવાસમાં જ સાફસફાઈ થતી નથી, મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
RELATED ARTICLES