ઝાલોદ તાલુકાના લીમડી નગરમા આજરોજ ઉત્સાહ પૂર્વક હોળીકા દહન કરવામા આવેલ લોક માન્યતા મુજબ પ્રગટેલ હોળીના ફેરા ફરવાથી વરસ દરમિયાન બીમારીઓ દુર થાય છે જયારે મહિલાઓ દ્વારા ઠંડી હોળીની પુજા અર્ચના કરવામા આવે છે તેમજ હોળીના બીજા દિવસથી સીતળા સાતમ સુધી ઘણા પરિવારો દ્વારા હોળીકા માતા ને ઠંડા કરવામા આવે છે અને તે દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરવુ અને સાતમના દિવસે ઠંડુ જમવાનુ ઉપયોગમા લેવામા આવે છે આમ હોળી થી સીતળા સાતમ સુધી હોળીનુ મહત્વ માનવામા આવે છે.