દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મામલતદાર કચેરીમાં તાલુકાના વિધાર્થીઓ અને લોકોને જાતી અંગેના તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે તે અંગે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપતા અજીતદેવ પારગી અને વિવિધ ગામોના કાર્યકર્તાઓ.
પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ આજે તા.૧૮/૦૬/૨૦૨૨ ને શનિવારના રોજ ઝાલોદ તાલુકામા રાષ્ટ્રીય આદિવાસી મંચના બેનર હેઠળ ઝાલોદ મામલતદારને જાતી અંગેના તેમજ અન્ય પ્રમાણપત્રો મેળવવામાં જે મુશ્કેલીઓ પડી રહી છે અને કેટલીક વાર બિન જરુરી પ્રમાણપત્રોનો હાઉ ઉભો કરી માંગવામા આવી રહ્યા છે અને તે માટે જુદા જુદા સોગંધનામાઓમાં અહીનાં સમાજને રિતસર આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે. ઉપરાંત પ્રમાણપત્રો ઘણાં દિવસોના ધક્કા બાદ મળે છે. ત્યારે જનસમાજને પડી રહેલી આ મુશ્કેલીઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જનજાતી સામાજીક આગેવાન અજીતદેવ પારગી, એડવોકેટ પ્રકાશભાઈ પરમાર, વિપુલ સંગાડા, સંતોષભાઈ ભગોરા, મોહનભાઈ વસૈયા, સુરેશભાઈ વસૈયા, રણજીતભાઈ મકવાણા વગેરે વિવિધ ગામોના જનજાતી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.