ઝાલોદ તાલુકાના રહીશ રાવત સુર્મિલાબેન રાકેશભાઈને તા.૦૧/૧૧/૨૦૨૪ ના રોજ મોટર સાઇકલ પરથી પડી જતાં માથાના ભાગે ઇજાઓ થતાં સરકાર ની 108 સેવા મારફતે અત્રેની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવાર માટે લાવેલ હતા.
જેઓની CT / MRI વિગેરે દ્વારા તપાસ કરાવતા મગજના ભાગમાં ગંભીર ઇજાના કારણે લોહી જામી જવાથી તેઓના ઓપરેશનની કાર્યવાહી ન્યૂરો સર્જન ડૉ. ધીરેન હાડા તથા ડૉ.ઝોહરા બામણિયાવાલા અને ડૉ. જાહ્નવી ગોહેલ (એનેસ્થેટિક) અને તેઓના સ્ટાફ મારફતે તત્કાલીક હાથ ધરી સફળ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવેલ જે સમયે તેઓએ ૭ માસ જેટલો ગર્ભ ધારણ કરેલ હતો. તેઓને ઉપરોકત સારવાર આપી તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ અત્રેની હોસ્પિટલમાંથી રજા આપેલ હતી. ત્યારબાદ તેઓને પ્રસવની પીડા થતાં અત્રેની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ અને તેઓને તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ બાળક (પુરુષ) ને નોર્મલ ડિલેવરી થયેલ છે. જેમાં માતા તેમજ બાળક બંને તંદુરસ્ત છે.