Pritesh Panchal – limdi
ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડી. કે. પાંડે આરોગ્ય અધિકારીઓ લીલવા, રૂપાખેડા, બીલવાણી, મહુડી, ગામડી તેમજ તાલુકા મેલેરીયા સુપરવાઇઝર ટી.એસ. અમલીયાર, અખિલેશ ડામોર સહીત તાલુકાના તમામ કર્મચારીગણ હાજર રહી ઝાલોદ નગરમા રેલી કાઢવામા આવેલ તેમજ પ્રજામા જાગૃતિ માટે મેલેરીયા નાબૂદીના સૂત્રોચાર બોલવામા આવ્યા હતા અને મેલેરીયાથી બચવા અંગે સમજ આપી હતી.