દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ચાલતા ભાણપુર ગામમાં શ્રાવણીયા જુગાર પર LCB પોલીસે બાતમીના આધારે દાહોદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાના વડે પૈસાની હાર-જીતની જુગાર રમતા ઝડતી કરતા કુલ ૧૪,૯૦૦/- તથા જમીન પરથી મળી આવેલ ૧,૭૧૦ તથા મોબાઇલ ફોન ૮ જેની કિંમત છે ૧૯,૫૦૦/- તથા પતતા0 પાના નંગ ૫૨ કિંમત ૦૦/૦૦ મોટરસાયકલ ચાર જેની કિંમત છે ૭૦ હજાર મળી કુલ ૧,૦૬,૬૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે જેમાં ૧.) સરફરાઝ રજાક ગાંડા, ૨.)નિલેશ સુરેશ ડામોર, ૩.) ફરહાન વહાબ ટીમીવાલા, ૪.) દ્રુવ પ્રકાશ પરમાર, ૫.) સચિન રમેશ દેવડા, ૬.) મહમૂદ અબ્દુલકરીમ રાણીયા, ૭.) નરેશ દલા વશૈયા, ૮.) આમીન ગફાર ગુડાલા. આ તમામ ઝાલોદ નગરના રહેવાસી (શકુની) ઓને જુગાર રમતા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝાલોદ નગરના ભાણપૂરમાં ચાલતા શ્રાવણીયા જુગારધામ પર LCB પોલીસે છાપો મારી જુગાર રમતા 8 શકુનીઓને ₹.૧,૦૬,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
RELATED ARTICLES