THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં વધતા જતાં કોરોનાની સામે કેવી લડવું તેના માટે ઝાલોદ નગરના સેવાભાવી લોકો દ્વારા ઝાલોદ નગરને કેવી રીતે કોરોના મુક્ત બનાવવું તેના અભિયાનની શરૂઆત આજે તા.૨૧/૦૪/૨૦૨૧ ને બુધવારના રામનવમી ના રોજ કરવામાં આવી છે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
ઝાલોદ નગરમાં વધતા જતા કોરોના લઈને ઝાલોદના સેવાભાવી લોકોની દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં ઝાલોદ નગર કોરોના મુક્ત અભિયાન ચાલુ કરવામાં આવ્યું જેમાં “આપણું ઝાલોદ કોરોના મુક્ત, ઝાલોદ આપનું ઝાલોદ રશિકરણ યુક્ત ઝાલોદ” ના નારા સાથે ઝાલોદ નગરની ટીમ દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ ઘરે ઘરે જઈ વેક્સિંગ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જયારે જે લોકો કોરોના પોઝિટિવ આવે છે તેને ટીમ દ્વારા તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને જયારે અનેક લોકોને બીજી જે કોઈ પણ જાતની તકલીફ પડી રહી હોય તેનું નિરાકરણ કરવામાં આવી આવશે. આ ટીમ ઝાલોદ નગરના તમામ જાતિ, ધર્મના લોકોને મદદરૂપ બનવાનું અને તમામ લોકોને કોરોના અંતર્ગત જાગૃતિ ફેલાય તે માટે ટીમ ઝાલોદ દ્વારા કોરોના મુક્ત અભિયાન કાર્યાલયનું આજ રોજ ઝાલોદ નગરના ભરત ટાવર ખાતે શરૂઆત કરવામાં આવ્યું છે.