૨૨ કિલ્લો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ૯૫૦૦/- નો દંડ વસુલાયો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં સિંગલ યુસ પ્લાસ્ટીકનો ઉપયોગ લારી ગલ્લાવાળાઓ પાસે જ ડીલરો દ્વારા લાવી આપવામાં આવી રહ્યો છે, તે ઝાલોદ વિસ્તારના હોલસેલ ડીલરોની તપાસ ક્યારે થશે ..? ૭૫ માઈક્રોનથી ઓછી માઈક્રોન પ્લાસ્ટિક વાપરતા વેપારીઓને દંડ થયો હોય તો ફેક્ટરી માલિકો અને મોટા ડીલરોને દંડ કેમ નહિ ? તેવું સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે. જો કે ઝાલોદ નગર પાલિકા દ્વારા માંડ માંડ જાગીને ચેકીંગ હાથ ધરાયું છે, પરંતુ વેપારીઓ જણાવી રહ્યા છે કે આમાં નાના વેપારીઓ દંડાય રહ્યા છે ત્યારે મોટા હોલસેલ ડીલરો કે જે આ પ્લાસ્ટીકનો જ ધંધો કરે છે તેમની પાસે દંડ લેવામાં આવ્યો છે કે નહિ તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો ઝાલોદ નગર પાલિકાના સેનેટ્રી ઇન્સ્પેક્ટર વિવેક ડામોર દ્વારા એક ટીમ બનાવી આજે તા.૦૬/૦૭/૨૦૨૨ ને બુધવારના રોજ સવારથી જ ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં ચેકીંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ જોડેથી લગભગ ૨૨ કિલ્લો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા ૯,૫૦૦/- જેટલો દંડ વશુલ કરવા આવ્યો હતો. આ સામે નાના વેપારીઓ પાસે થી જે દંડ લેવામા આવ્યો છે તેથી તેઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને મોટા વેપારીઓ સાથે વ્હાલા દવાલા ની નીતિ અપનાવવામાં આવી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.