THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંતર્ગત કાર્યરત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા ગત્ ડિસેમ્બર 2020 અને જૂન 2021માં રાષ્ટ્રીય સ્તરની NGTC અને જુનિયર રિસર્ચ ફિલોસોફી (JRF) એમ બે પ્રકારની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું ગત તા. ૧૮ ફેબ્રુઆરી 2022 ને શુક્રવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બંને પરીક્ષામાં સંપૂર્ણ ભારતમાંથી ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઝાલોદ નગરની પુત્રવધુ શ્રીમતી પ્રિયંકા જીતેન્દ્રભાઈ આચાર્યનાઓએ પણ આ રાષ્ટ્રીય સ્તરની આયોજિત પરીક્ષામાં આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દીની NET અને JRF ની પરીક્ષા આપી હતી. જેમાં તેઓએ રાષ્ટ્ર ભાષા હિન્દીના પ્રથમ પેપર 94.33 પર્સનટાઇલ અને દ્વિતીય પેપરમાં 98.08 પર્સનટાઇલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષામાં કુલ 98.55 પર્સનટાઇલ સ્કોર પ્રાપ્ત કરીને તેમના સમાજ, ઝાલોદ નગર અને દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું.