ઝાલોદ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનેલો વોટર ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન, નળમાં દૂષિત ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતા નગરજનોમાં રોષ
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનેલો વોટર ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. અને હાલ સમગ્ર નગર ના દરેક ઘરના નળમાં દૂષિત, ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતા નગરજનોમાં રોષ ફેલાવા પામ્યો છે. ઝાલોદ શહેરમાં નગર પાલિકા વિસ્તારમાં શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકાર તરફથી લાખો રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન અને વોટર ફિલ્ટર પ્લાન નાખવામાં આવેલ છે. જે માટે પાલિકા દ્વારા પાણી સમિતિની નિમણૂક આજ દિન સુધી કરવામાં આવેલ નથી. જ્યારે મુવાડા વિસ્તારમાંથી આવતી અંડર ગ્રાઉન્ડ ગટરનું પાણી સંપની આસપાસ અને તેની જોડે ગંદુ અને દુર્ગંધ મારતું ગટરનું પાણી ભળવાથી આવું આવે છે તેવું જાણવા મળ્યું છે જો કે જ્યારથી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી ફિલ્ટર પ્લાન્ટની અંદરની રેતી ફિલટર કાકરી બદલવામાં આવી નથી. ઝાલોદ નગર પાલિકા પ્રમુખ અને તમામ સદસ્યની વહીવટી સમય પૂર્ણ થવાથી નગરપાલિકાનું સુકાન ઝાલોદ મામલતદાર વહીવટદાર તરીકે સંભાળી રહ્યા છે. જેઓની નિમણૂક થયા પછી પાલિકામાં સંભવિત લોકપ્રશ્નો માટે હજુ સુધી કોઈએ કોઈ પણ જાતની રજૂઆત કરી હોય તેવી જાણકારી મળેલ નથી. ઝાલોદ નગર પાલિકા દ્વારા નગરમાં અપાતા નળનાં પાણીમાં કિચડ અને ગંદાનું પાણી આવે છે. તેની વારંવાર રજૂઆતો પાલિકાના સભ્યોને કરવા છતાં નગર પાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. કરોડો રૂપિયાના ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે.
વધુમાં આ ફિલ્ટર પ્લાન્ટનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે સમયથી આજ દિન સુધી ફિલ્ટર પ્લાન્ટની રેતી કે કોઈપણ જાતની સાત સફાઈ કરવામાં આવી નથી. છેલ્લા કેટલાય સમયથી ગંધ મારતું પાણી નળમાં આવી રહ્યું છે જે પાણી પીવા માટે યોગ્ય નથી. ગટર જેવું દૂષિત પાણી આવતું હોય નગરજનોએ હાલમાં વેચાતું પીવાનું પાણી લેવાનું વારો આવ્યો છે કે શું ? ઝાલોદ નગરપાલિકા કેટલાં સમયમાં ફિલ્ટર પ્લાન્ટ સફાઈ કરવામાં આવશે અને પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી નળમાં આવશે જેની રાહ જોઈ રહ્યા છે.