THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં હાલ કોરોના મહામારીએ બહુ જ માથું ઊંચક્યું હોઈ ગત તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૨/૦૫/૨૦૨૧ રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તેમ છતાં નગરમાં લોકો બંધ બારણે પોતાનો વેપાર ધંધો ચાલુ રાખી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં ઝાલોદ નગરના બાંસવાડા રોડ ઉપર આવેલ મહેશભાઈ એન્ડ સન્સ નામની દુકાનમાં સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક વગર વેપાર ધંધો કરતા હતા અને બીજા એક કાપડના વેપારી સલોપાટવાળા કે જે વડબજારમાં પોતાની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરતા હતા. તેવામાં ઝાલોદ નગર પાલિકાના ચીફ ઓફિસર ડી.એમ. હઠીલા અને ઝાલોદ નગર પાલિકા ઇન્ચાર્જ જે.એ. પાઠક પોતાના સ્ટાફ તથા પોલીસ સ્ટાફ જોડે ઝાલોદ નગરમાં ચેકીંગ માટે નીકળેલ ત્યાં આ બંને દુકાનોમાં ખુલ્લેઆમ વેપાર-ધંધો ચાલતો હોઈ આ બંને વેપારીઓની દુકાનને સિલ મારવામાં આવી હતી.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 HAND SANITIZER