દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને ચીફ ઓફીસર ને ઝાલોદ નગરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને માસ-મટનની ચાલતી તમામ દુકાનો બંધ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સરકારશ્રી દ્વારા પર્યુષણ નિમિત્તે કતલખાના બંધ રાખવા જે પરિપત્ર થયો છે, તેનો કડક અમલ થાય તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવામાં જૈન સમાજના અગ્રણી નરેન્દ્રભાઈ જૈન, કિરીટભાઈ ભંડારી, યોગેશભાઈ શાહ, સુનિલભાઈ બમ, રવીન્દ્રભાઇના જૈન સહિત વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ નગરના અધ્યક્ષ કેયુરભાઈ કોળી, ઝાલોદ નગર બજરંગદળ સંયોજક ચિરન ચૌહાણ, વૃશાંકભાઈ, મનીષભાઈ પંચાલ અને તમામ હિન્દુ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.
ઝાલોદ નગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું
RELATED ARTICLES