Sunday, April 13, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ નગરમાં મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

ઝાલોદ નગરમાં મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

ઝાલોદ નગરમાં મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો. મહાકાળી મંદિર સમિતિ તરફથી ત્રણ દિવસનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ઝાલોદ નગરનું મહાકાલી માતાજીનું મંદિર બહુ જૂનું અને પૌરાણિક છે સમય જતાં ત્યાં વસતા લોકોએ નગરના સહયોગથી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને નવી માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી અને દિન પ્રતિદિન આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. સાચા મનથી માંગેલ દરેક માનતા આ મંદિરે પૂરી થાય છે તેથી લોકોની ધાર્મિક લાગણી વધુ મજબૂત બનેલ છે.
તારીખ ૨૫-૧૧-૨૦૨૨ ના રોજ માતાજીના મંદિરે કળશ પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ રાત્રે ૮ વાગે બાળકો અને મોટા માટે અલગ અલગ પ્રકારની રમતનું આયોજન કરવામાં આવ્યું . તારીખ ૨૬-૧૧-૨૦૨૨ ના રોજ નવચંડી હવન અને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ૮ વાગે સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું.
૨૭-૧૧-૨૦૨૨નાં રોજ સવારે ૧૦ વાગે મહાકાળી મંદિરથી મહાકાળી માતાજીની ભવ્ય શોભાયાત્રા આખાં નગરમાં ફરી હતી તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળકો, યુવાનો ,મહિલાઓ તેમજ દરેક નગરજનો જોડાયા હતા.અબીલ ગુલાલ ઉડાડતાં તેમજ ફટાકડા ફોડતા ધાર્મિક ભજનોની રમઝટ વચ્ચે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી.ત્યારબાદ મહાકાળી મંદિરે હવનની પૂર્ણાહુતિ કરી મહા આરતી યોજાઈ હતી ત્યારે બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના ભવ્ય પ્રસાદીનો લાભ નગરના સહુ કોઈએ લીધો હતો. ત્રણ દિવસના દરેક પ્રોગ્રામોમાં લોકોએ મોટા પ્રમાણમાં ધાર્મિક રીતે જોડાઈને મંદિરના ૧૩માં પાટોત્સવની ઉજવણીને સફળ બનાવી હતી. સમગ્ર આયોજન મહાકાળી માતાજી મંદિર સેવા સમિતિ દ્વારા સુંદર રીતે સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments