- ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ધીરધારનું લાયસન્સ ધરાવતા વેપારીઓ સાથે પોલિસ તંત્ર દ્વારા લોકદરબાર યોજાયો
- પી.એસ.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠોડનાં નેજા હેઠળ યોજાયો લોક દરબાર
- નગરના ધીરધાર કરનાર વ્યાપારીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા.
- વધુ વ્યાજ લેવું એ સમાજ માટે દૂષણ : ઝાલોદ પી.એસ.આઇ
- વ્યાપારિયો સાથે સંવાદ કરી, સાચી વાત જાણ્યા અને સમજ્યા પછી જ જે તે ફરિયાદીની ફરિયાદ લેવાશે, એક તરફી કાર્યવાહી કદી પણ કરવામાં નહીં આવે : ઝાલોદ પી.એસ.આઇ
ગુજરાત સરકારના ધીરધારને લગતા અભિયાનથી માહિતગાર કરવા માટે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ રાઠવા અને પી.એસ.આઇ. રાઠોડના નેજા હેઠળ એક લોકદરબાર નગરમાં લાયસન્સ પર ધીરધાર કરનાર વ્યાપારીયો સાથે યોજાયો હતો. આ લોક દરબારમાં લાયસન્સ પર ધીરધાર કરનાર વ્યાપારી વર્ગ મોટા પ્રમાણમાં હાજર રહ્યો હતો.
પી.એસ.આઈ. રાઠવા અને પી.એસ.આઇ. રાઠોડ દ્વારા ધીરધાર કરનાર વ્યાપારીઓને સરકારની નીતિ થી માહિતગાર કર્યા હતા અને નિયમ મુજબ ચોપડા અને રજીસ્ટર નિભાવવાનો આગ્રહ કર્યો હતો. તેમજ વધુ માહિતી આપતા કહ્યું કે કોરા ચેક કે કોઈ મિલકત પર કોઈ વ્યાપારીએ ધીરધાર કરવું નહીં. જેથી વ્યાજે લેનાર વ્યક્તિ માનસિક તણાવમાં આવી ખોટા પગલા ન લઈ બેસે.
વધુ માહિતી આપતા કહ્યું કે સરકારના નિયમ મુજબ દરેક વ્યાપારીઓ ચાલશે તો પોલિસ વ્યાપારીની મિત્ર જ છે. કોઈ પણ કામ કે કોઈ પણ કાયદાકીય તકલીફ નગરમાં પડતી હોય તો કાયદો સાચવવા ગમે ત્યારે અમારો સંપર્ક કરવો. અગર કોઈ ગુપ્ત માહિતી આપશે તો તેનું નામ બહાર પાડવામાં નહીં આવે તેનું નામ ક્યાય બહાર નહીં પડે તેવી પણ બાંહેધરી આપી હતી.
નગરના વ્યાપારી વર્ગ દ્વારા પણ સંપૂર્ણ બાંહેધરી આપવામાં આવી કે અમે સંપૂર્ણ કાયદાકીય રીતે જ ચાલીએ છીએ અને ચાલીસુ. ઝાલોદ પી.એસ.આઇ. દ્વારા વ્યાપારીઓને આશ્વાસન આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ વ્યાજ માટેની ફરિયાદ લઇને આવશે તો વ્યાપારી અને ફરિયાદી બંને ને સમજ્યા પછી જે સાચું હશે તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે. એક તરફી ફરિયાદ કદી પણ લેવામાં આવશે નહીં જે સાચું હશે તે પ્રમાણે જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લે પોલિસ તંત્ર દ્વારા સહુને ઉતરાયણનાં તહેવારની શુભકામના આપવામાં આવી અને ચાયનીઝ દોરા વગર દરેક લોકો ઉતરાયણના પર્વને ઉજવે તેવી શુભેચ્છા આપી હતી.