દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં અને સમગ્ર જિલ્લા અને તાલુકામાં હાલ લોકડાઉનની અફવાઓને ધ્યાનમાં લઇ પાન – મસાલા (વિમલ) અને સોપારી વગેરેના વેપારીઓ દ્વારા કુત્રિમ અછત ઊભી કરતા ભાવોમાં ઉછાળો.
ઝાલોદ નગરમાં હાલ લોકડાઉનની અફવાઓને ધ્યાનમાં લઇ પાન-મસાલા (વિમલ ગુટખા) અને સોપારી વગેરેના વેપારીઓ દ્વારા કુત્રિમ અછત ઊભી કરતા ભાવોમાં ઉછાળો કરી હોવાના આક્ષેપો બહાર આવ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લા અને તાલુકામાં કોરોના સંક્રમણના કેશો વધતા ફરી એકવાર લોકડાઉન આવશે તેવી લોકોમાં અફવા ફેલાઈ રહી છે, જેના પગલે પણ પાન-મસાલાના હોલસેલ વેપારીઓ દ્વારા તગડી કમાણી કરવા માટે ફરી એક મોટા પ્રમાણમાં પાન મસાલા, તમાકુ, સોપારીનો જથ્થો સંગ્રહ કરી કુત્રિમ અછત ઊભી કરી વિમલ ગુટખાના પેકેટના ભાવોમાં વધારો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લોક્ડાઉન દરમિયાન વિમલનો ભાવ બોકસનો ₹. ૧,૪૫,૦૦૦/- સુધીનો વેચાણ થયેલ છે, ત્યારે ફરી એકવાર ભાવવધારાની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આવા કાળાબજારિયા કરનાર હોલસેલ વેપારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી છૂટક વેચાણ કરી પેટ્યું રળતા નાના વેપારીઓની માંગ ઉઠવા પામી છે.