PRITESH PANCHAL –– JHALOD
ચોક્કસ ન્યાય ન મળતા સફાઈ કર્મીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારાઈ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલિકાના સફાઈ કર્મીઓની વિવિધ માંગણીઓના પ્રશ્નોને લઈ સફાઈ કર્મીઓ જોડે કાંઉન્સિલર વોર્ડ નંબર ૩ ના મુકેશભાઇ ડામોર (ઉર્ફે બતુલભાઈ) નગરપાલિકા ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ચીફ ઓફિસરના ચેમ્બરમાં જતા પ્રતિનિધિ અને આગેવાનો જોડે અભદ્રં ભર્યું વર્તન કર્યાના આક્ષેપો સફાઈ કર્મીઓ અને કાઉન્સીલર દ્વારા કરવામાં આવ્યા છે. સફાઈ કર્મીઓ પોતાના પડતર પ્રશ્નો જેવા કે કાયમી નિમણૂક, સફાઈના નવા સાધનો વિકસાવવા, પી.એફ.ની કપાત જેવા વિવિધ સળગતા પ્રશ્નોની રજુઆત કરવા જતાં એકાએક ચીફ ઓફિસર ગુસ્સે ભરાઈ રજૂઆત કર્તાઓ સામે તૂ.. તૂ.. મેં…મેં.. કર્યાની ઘટના બની હોવાનું કાંઉન્સિલર મુકેશભાઈ ડામોર ઉર્ફે બતુલભાઈએ જણાવ્યું હતું. તે બાદ સફાઈ કર્મીઓનું ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા વાલ્મિકી (દલિત) સમાજનું અપમાન કર્યું હોય ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવા પહોંચતા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે ૧૫૦ થી ૨૦૦ જેટલા સફાઈ કર્મીઓ રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશનથી નગર પાલિકામાં સુધી નગર પાલિકા પ્રમુખને આવેદન આપવા પહોંચ્યા હતા. તે સમય ઝાલોદ પોલીસ દ્વારા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ચાપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઝાલોદ નગરના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા કાઉન્સિલર અને સફાઈ કર્મીઓનું અપમાન કરવામાં આવતું હતું ત્યારે નગર પાલિકાના કેટલાક ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા. જેેને લઇ ને આવતી કાલ તા.૦૯/૦૧ ૨૦૨૧ ને શુક્રવારના રોજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની સફાઈ કર્મીઓએ ચીમકી ઉચ્ચારી છે.