દાહોદ જિલ્લા ઝાલોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સેવા વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહ -૨૦૨૫ અંતર્ગત ઝાલોદ તાલુકાની કદવાલ પ્રાથમિક શાળા ખાતે આગ અંગેની જાગૃતિ અને પ્રેક્ટીકલ ડેમો સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ ઝાલોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સેવા વિભાગની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આગ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. એ સાથે વિવિધ વર્ગની આગ માટે પ્રેક્ટીકલ ડેમો સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું.
આકસ્મિક રીતે આગ લાગી હોય એવી પરિસ્થિતિમાં તાત્કાલિક પણે લેવાના થતા નિર્ણય, કેવી રીતે પ્રાથમિક પગલાં લેવા, ફાયર ફાઇટિંગ ઉપકરણો માં લાગેલ ફાયર સિસ્ટમની અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.