THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૨ (બે) સરકારી શાળા, ૪ (ચાર) ખાનગી સ્કૂલ કોલેજ સહિત કુલ ૬ (છ) સ્કૂલ, કોલેજ અને 2 (બે) હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી અને ફાયર NOC ન હોવાના કારણે ૮ બિલ્ડિંગોને ઝાલોદ ચીફ ઓફિસર આર.બી. પરમાર દ્વારા આજે તા.૦૨/૧૦/૨૦૨૧ ને શનિવારે ગાંધી જયંતિ ના રોજ સીલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સીલ કરેલ સ્કૂલ કોલેજ અને હોસ્પિટલના નામ આ પ્રમાણે છે. : જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝાલોદ, સરકારી સાયન્સ કોલેજ, ઝાલોદ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ, મણિબેન કે દેસાઈ હાઇસ્કૂલ ઝાલોદ અને બ્રાઇટ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ઝાલોદ, અને ઝાલોદ કેળવણી મંડળ અન્ડર ચાલતી તમામ સ્કૂલ સહિત મહિપ હોસ્પિટલ અને મીરા હોસ્પિટલ ઝાલોદ, આ તમામ ઉપર મુજબની હોસ્પિટલ તેમજ સ્કૂલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી.