દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુનની કામગીરીમાં પોલમપોલ જોવા મળી હતી. ઝાલોદ નગરમાં પહેલા વરસાદ સાથે જ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં આવેલા પ્રભુતા પાર્ટી પ્લોટની સામે પાણી ભરાયા, જ્યારે નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠયા. પ્રભુતા પાર્ટી પ્લોટ એટલે વોર્ડ નંબર 3 ના કાઉન્સિલરના પોતાના ઘર આગળ પણ વરસાદી પાણી ભરાયા. ઝાલોદ નગર પાલિકા દ્વારા ઝાલોદ નગરમાં આવેલા રામસાગરથી માંડી બસ સ્ટેન્ડ વિસ્તાર ત્યારબાદ નવાધરા ડુંગરી ફળિયા ત્યાંથી અનેક જગ્યાએ ગટરો અને કોતર સાફ કરવાની જરૂર છે. ઝાલોદમાં પ્રથમ વરસાદમા નગરના સર્વોદય સોસાયટી અને પોલીસ મથકની બાજુવાળા વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતુ.
HomeJhalod - ઝાલોદઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુનની કામગીરીમાં પોલમપોલ, પહેલા વરસાદ સાથે જ ભરાયા...