
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી તથા તાલુકામાં કુલ 54 જેટલા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ઝાલોદ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરીએ સંજેલી તાલુકાની મુલાકાત લીધી હતી. ઇન્ચાર્જ મામલતદાર સુજલકુમાર ચૌધરી તથા સંજેલી તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સંજેલી તથા આરોગ્ય સ્ટાફ સાથે સંજેલી તાલુકામાં લોકો વધુ ને વધુ વેક્સિનનો લાભ લઇ શકે તે માટે સૂચના આપી હતી. તેમજ થાળા સંજેલી, સરોરી જેવા જુદા જુદા કોવિડ કેર સેન્ટર પર કરાયેલ વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. થાળા ગામે કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓની ખબરઅંતર પણ પુછ્યા હતા.