ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા વિજેતાઓને અભિનંદન આપવા ઝાલોદ ની APMC ખાતે પહોંચ્યા.
આજે તા.૧૭/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ ઝાલોદની APMC ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા APMC નાં ચેરમેન અને વાઇસ ચેરમેનનું ઇલેક્શન જે.આર.ચારેલ જિલ્લા રજીસ્ટ્રાર (ચૂંટણી અધિકારી) ની સૂચનાથી ઝાલોદ APMC હોલમાં યોજાયું હતું. ત્યાં ૧૭ ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મહેશભાઈ સોમજીભાઈ ભૂરિયા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે વિજયભાઇ પ્રવિણભાઈ કોળી બિનહરીફ ચૂંટાઈ આવેલ હતા, અને કોઈ અન્ય ઉમેદવાર ઉભા ન રહેતા ચૂંટણી અધિકારી દ્વારા બંને ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કર્યા હતા.
ઝાલોદ APMC ખાતે બહાર સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી હતી અને વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, વિજેતાઓને અભિનંદન આપવા માટે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા પણ ઝાલોદ APMC ખાતે આવી પહોંચી વિજેતાઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.