દાહોદ જીલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાવડીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટાટા કંપનીની ટ્રકમાં પાછળના ભાગે જીપ્સમ ભરેલ થેલાઓની આડમાં સંતાડેલ અફીણના જીંડવા (પોષડોડા) ના થેલા નંગ-૭૬ જેનું વજન ૧૫૩૪.૮૯ કિ.ગ્રા. ની કુલ કિંમત રૂ.૪૬,૦૪,૬૭૦/- ના અફીણના જીંડવા (પોષડોડા) તથા ટ્રક તથા જીપ્સમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪૯,૨૯,૫૭૦/- ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા આપેલ સુચનાઓ મુજબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષકથી ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદ નાઓએ જિલ્લામાં નશીલા પદાર્થોની ફેરાફેરી પરીવહન કરતા ઈસમોને ઝડપી પાડી અસરકારક કામગીરી કરી N.D.P.S. ના કેસો શોધી કાઢવા સારૂ દાહોદ જીલ્લા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને દાહોદ જીલ્લા પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી નશીલા પદાર્થોની ફેરાફેરી અટકાવવા સારુ અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાની રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ રાજ્યો સાથે જોડાયેલ તમામ સરહદો ખાતે આંતરરાજય ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં કાર્યરત હતી. તે દરમ્યાન ગ્રાલોદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. ખાંટ તથા પો.સ.ઈ. સી.કે. સિસોદીયા તથા ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ગુજરાત – રાજસ્થાનની આંતરરાજ્ય બોર્ડર ધરાવતી ધાવડીયા ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા નશીલા પદાર્થો / પ્રોહી મુદ્દામાલ અંગે વાહન ચેકીંગ કરી રહેલ હતા. દરમ્યાન રાજસ્થાનનાં બાંસવાડા તરફથી આવતી ટાટા કંપનીની ટ્રક નં. RJ-07 GE-2877 માં પાછળના ભાગે જીપ્સમ ભરેલ થેલાઓની આડમાં સંતાડેલ અફીણના જીંડવા (પોષડોડા) ના થેલા નંગ-૭૬ જેનું વજન ૧૫૩૪.૮૯ કિ.ગ્રા. ની કુલ કિ.રૂ.૪૬,૦૪,૬૭૦/- ના અફીણના જોડવા (પોષડોડા) તથા ટ્રક તથા જીપ્સમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪૯,૨૯,૫૭૦/- ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ પકડાયેલ આરોપીઓમાં (૧) નેમીચંદ સુખરામ ગોદારા ઉ.વ. ૨૦ વર્ષ, રહે. નેવા કાનાસર, તા. ફલોદી. જી. જોધપુર (રાજસ્થાન) અને (૨) વિનોદભાઈ સોહનલાલ ઇસરવાલ, ઉ. વ. ૨૦ વર્ષ રહે. પીલવા, તા.લોહાવટ, જિ.જોધપુર (રાજસ્થાન) કે જેઓ એમ.પી.નાં મંદસોર થી જોધપુર (રાજસ્થાન) ખાતે લઈને જઈ રહેલ હતા. જેઓને ટાટા કંપનીની ટ્રક નં. RJ-07 GE-2877 માં પાછળના ભાગે જીપ્સમ ભરેલ ઘેલાઓની આઠમાં સંતાડેલ અફીણના જીંડવા (પોષડોડા) ના થેલા નંગ-૭૬ જેનું વજન ૧૫૩૪.૮૯ કિ.ગ્રા. ની કુલ કિ.રૂ.૪૬,૦૪,૬૭૦/- ના અફીણના જીંડવા (પોષડોડા) તથા ટ્રક તથા જીપ્સમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪૯,૨૯,૫૭૦/- ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડનાર અધિ. /કર્મચારીઓમાં (૧) પો.ઈન્સ. જે.એમ. ખાંટ, (૨) પો.સ.ઈ. સી.કે. સિસોદીયા, (૩) ASI સકેશભાઈ વિરસીંગભાઈ, (૪) AST અનિલભાઈ ભાથુભાઈ, (૫) HC આલ્પેશભાઈ શંકરભાઈ, (૬) PC શૈલેષભાઈ લઘુભાઈ, (૭) PC કુંવરસિંહ શ્રવણસિંહ, (૮) PC વિપુલભાઈ રવજીભાઈ, (૯) PC સુનિલભાઈ દાસીંગભાઈ, (૧૦) PC વિક્રમભાઈ વીરજીભાઈ, (૧૧) PC સુનિલભાઈ દલસિંગભાઈ, (૧૨) PC રાજેશભાઇ રૂમાલભાઈ તેમજ જી.આર.ડી.ના માણસો તમામ નોકરી ઝાલોદ પોલીસ સ્ટેશન ને સારી કામગીરી કરેલ છે.