THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ પોલીસ સ્ટેશનના P.S.I. એસ.આઈ. બારીયાની અધ્યક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ઝાલોદ નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનના P.S.I. એસ.આઈ. બારીયા અને P.S.I. રાઠવાની અધ્યક્ષમાં આ બેઠક યોજવામા આવી. જેમાં ત્યાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના પ્રમુખ રિઝવાનભાઈ, વસીમભાઈ, રજાકભાઈ, સલીમભાઈ, ગનીભાઇ, રહીમભાઈ, ઇલ્યાશભાઈ, કસ્બા પંચના અગ્રણીઓ, મનીષભાઈ પંચાલ, ધર્મેશભાઈ પંચાલ, રોહિતભાઈ વસૈયા વગેરે લોકોએ હાજરી આપી. શાંતિ સમિતિની બેઠકમાં આવનાર તહેવારો નિમિત્તે ચર્ચાઓ કરવામાં આવી હતી. તે પૈકી બકરી ઈદનો તહેવાર તેમજ આવનાર દરેક ધાર્મિક તહેવારો હોય કે કોઈ પ્રોગ્રામ રાખેલ હોય તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિયમો પાળવાના હોય છે. તેનું પાલન કરવાનું અને દરેક તહેવારો નિમિત્તે સુલેહ શાંતિ જળવાઈ રહે તેના વિશે ઉપર P.S.I. એસ.આઈ. બારીયા દ્વારા ચર્ચા કરવામાં આવી અને તેને અગ્રણીઓ દ્વારા માનભેર સ્વીકારવામાં આવી હતી.