THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસરનાઓએ પ્રોહીબીશન ગેરકાયદેસર હેરાફેરી તથા વૈચાણની પ્રવૃતિ કરતા તેમજ ખાનગી રીતે પ્રોહીબીશન પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.વી.જાઘવ તથા સર્કલ પો.ઈન્સ. એમ.જી.ડામોર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન પ્રવૃતિ કરતા ઈશમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા જે અનુસંધાને ગત રોજ તા. ૨૬/૦૬/૨૦૨૧ ને શનિવારના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ સબ ઈન્સપેકટર એસ.એન.બારીયા તથા પોલીસ સ્ટાફના માણસો ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ધાવડીયાં ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરતા હતા, તે દરમ્યાન બપોરના અંદાજે ૧૨:૩૦ થી ૧૨:૪૫ વાગ્યાના અરસામાં રાજસ્થાન તરફ્થી ઍક સફેદ કલરની i10 જેનો નંબર GJ-21 MM-7693 માં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટની ઈગ્લીંશ દારૂ રોયલ ક્લાસિક વ્હિસ્કીના ફ્રુટી ટાઈપના પાઉચનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરેલ છે,
આરોપીના નામમાં (૧). શાહરુખ નવીનબક્ષ જાતે.મનસુરી ઉ.વ .૨૧ રહે. સંતોષ કોલોની પોલીસ લાઇનની પાસે, ભીલવાડા, તા. જી. ભીલવાડા (રાજસ્થાન), (૨) સકીલખાન રસીદભાઈ પઠાણ ઉ.વ .૨૩ રહે. સંતોષ કોલોની પોલીસ લાઇનની પાસે, ભીલવાડા, તા.જી.ભિલવાડા (રાજસ્થાન), (૩) વિશાલભાઇ હરીહરભાઈ જાતે કહાર રહે. કબીર ચોક, સોની ફળીયુ, કિશનવાડી, વડોદરા અને (૪) વિશાલભાઈનો મોટાભાઈ..
કબજે કરેલ મુદામાલ : ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂની કુલ બોટલો નંગ – ૧૩૪૮ કુલ કિ. ₹.૯૪,૩૬૦/-
આમ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટની ઇંગલિશ દારૂ કુલ બોટલ કુલ બોટલો નંગ – ૧૩૪૮ કુલ કિ.₹ .૯૪,૩૬૦/ – તથા ઈગ્લીશ દારૂની હેરાફેરીમાં વપરાયેલ સફેદ કલરની i10 ગાડી નં. GJ-21 M-7693 કિ.₹.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ. ₹. ૧,૯૪,૩૬૦/-નો મુદામાલ પકડી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં ઝાલોદ પોલીસ સ્ટેશનને સફ્ળતા મળેલ છે .