- તમારા એક એક વોટ થી આદિવાસીના દિકરા, દિકરી ધારાસભ્ય, મંત્રી, રાજયપાલ, દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. : ભારતીબેન પવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી.
- ફતેપુરા, ઝાલોદ સહિત તમામ વિધાનસભાની સીટો પચાસ હજાર કરતા પણ વધુ મતોથી જીતાડી આશીઁવાદ આપવા જાહેર જનતાને સાસંદ જસંવતસિહ ભાભોરની અપિલ.
“ભગવાન બિરસા મુડા આદિવાસી ગોરવ યાત્રા” નુ બીજા દિવસે લીમડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા, સંજેલી અને સીગવડ ના ગામો વિધાનસભા મત વિસ્તારમા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. લીમડી, સુખસર, સંજેલીમા “આદિવાસી ગોરવ યાત્રા” ના સંદભઁ જાહેર સભાઓ યોજવામા આવી હતી. આ જાહેર સભામા હજારોની સંખ્યમા લોકો ઉમટી પડયા હતા. સભામા રાજ્યસભાના સાસંદ રમીલાબેનબારા, હષઁદભાઇ વસાવા, દંડક રમેશભાઇ કટારા, પ્રમુખ શંકરભાઇ આમલીયાર, શિતલબેન વાધેલા સહિત જીલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જાહેરસભામા મહારાષ્ટ્રના વતની આદિવાસી પરિવાર માથી આવતા ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રીમતી ભારતીબેન પવારે જનસભાને સંબોધીને જણાવ્યુ હતુ દેશમા સૌ પ્રથમ વખત આદિવાસી સમાજે ગોરવ અનુભવવાનો સમય આવ્યો છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબે આદિવાસી સમાજના આઠ સાસંદોને કેન્દ્રમા મંત્રી બનાવ્યા છે.. બે રાજ્યો મા આદિવાસી દિકરાને મહામહિમ રાજ્યપાલ બનાવ્યા છે. દેશમા આદિવાસી દિકરીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. તે મોદી સરકારમા જ શકય છે. દેશના વડા પ્રધાન આદિવાસી સમાજ અને તેમના સંપૂણઁ વિકાસની ચિતા કરનારા છે. કોંગ્રેસે તો દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનો વિરોધ કરયો છે. તેવા લોકોને ઓળખવાની જરુર છે. મોદી સાહેબના હાથ મજબુત કરવા લોકોને આહ્વાન કર્યું હતુ.
સાસંદ જસવતસિહ ભાભોરે સભાને સંબોધતા જણાવ્યુ હતુ માત્ર ને માત્ર આદિવાસીઓનો વિકાસ અને ચિંતા કરતા હોય તો તે માત્ર દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે. આદિવાસી સમાજનો સંપૂણઁ વિકાસ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે. કોંગ્રેસની વાતોમા ન ભરમાવવા લોકોને કહી ફરી એક વાર દરેક વિધાનસભામા પંચાસ હજાર મતોથી ઉમેદવારને જીતાડવા લોકોને આહ્વાન કર્યું હતુ. જયારે લીમડીની સભામા ફરી એક વાર મોદી… ફરી એક વાર મોદી સરકારના નારાઓ લોકો પોકાર્યા હતા.