KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ શહેરમાં પ્રથમ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણમાં SSC ની પરિક્ષા પરિપૂર્ણ થઈ. ઝાલોદ શહેરમાં બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, બી.એમ. હાઈસ્કૂલ, મણિબેન હાઈસ્કૂલ, મૌલાના આઝાદ હાઈસ્કૂલમાં પ્રથમ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 ની પરીક્ષા પરિપૂર્ણ થઈ. આ બધામાં બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ – 10 ની પરિક્ષા ચાલુ થાય તે પહેલાં ઝાલોદ તાલુકાના મામલતદાર ભાભોર સાહેબ, શાળા તથા લાયન્સ ક્લબ ઝાલોદના મંત્રી મેહુલભાઈ દેસાઈ, શાળા આચાર્ય મુકેશભાઈ પંડ્યા, ધર્મેન્દ્ર મિશ્રા, SSC ની પરીક્ષા માટે નિમાયેલ બિલ્ડિંગ કંડક્ટર બારીયા સાહેબે પરિક્ષા આપનાર દરેક વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને ફૂલ આપી અને સાંકર ખવડાવી મો મીઠું કરાવી ક્લાસમાં મોકલ્યા હતા. કોઇપણ જાતની અનીચ્છનીય ઘટના ન બને તે માટે શાળા પર પોલીસ જવાનોનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પૂરા ઝાલોદ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરિક્ષા પરિપૂર્ણ થઈ હતી.