ઝાલોદ- સંતરામપુર રોડ, વેલપુરા ગામે ડુંગરી ફળિયા પાસે હાઇવે રોડ ઉપર વેલપૂરા ગામે હાઇવે પર સંતરામપુર ડેપોની પીટોલ-સંતરામપુર રૂટની સરકારી બસ GJ 18Z 6564 અને રાજકોટ થી પિટોલ જતી પ્રાઇવેટ લક્ઝરી AR 01 P 6920 વચ્ચે સામ-સામે અથડાવાથી અકસ્માત થતાં ૧૭ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થયેલ છે, જેમાંથી ૦૩ ઇજાગ્રસ્તો ને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે રિફર કરવામાં આવેલ છે. અને ૧૪ ઇજાગ્રસ્તો ઝાલોદ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે હાલ સુધી અકસ્માતમાં કોઈ મરણ થયેલ નથી.
ઝાલોદ – સંતરામપુર રોડ પર વેલપુરા પાસે સરકારી બસ અને પ્રાઇવેટ લક્ઝરી વચ્ચે અકસ્માત
RELATED ARTICLES