Thursday, December 5, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ APMC ની ચૂંટણીમાં ૧૫ ઉમેદવારોના ભાવી આજ રોજ નક્કી થશે

ઝાલોદ APMC ની ચૂંટણીમાં ૧૫ ઉમેદવારોના ભાવી આજ રોજ નક્કી થશે

  • APMC ની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો.
  • ઝાલોદ APMC ના ગેટ આગળથી ગામડી ચોકડી સુધી જબરજસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

ઝાલોદ APMC માર્કેટ યાર્ડ ખાતે વિવિધ વિભાગોની ચૂંટણી યોજવાની કામગીરી આજે તા.૦૧/૦૯/૨૦૨૨ ને ગુરુવારના  રોજ ચાલુ થઈ ગઈ છે. જેને લઈને રાજકીય ગરમાવો તેજ બનેલો જોવા મળ્યો હતો. APMC માં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ સંઘ વિભાગની ચૂંટણી યોજાનાર છે. ખેડૂત વિભાગમાં ૧૦ બેઠક માટે ૨૦ ફોર્મ ભરવામાં આવ્યા છે, વેપારી વર્ગમાં ૪ બેઠક માટે ૮ ફોર્મ ભરાયા છે અને સહકારી વેચાણ સંઘ માટે ૧ બેઠક માટે ૨ ફોર્મ ભરવામાં આવ્યા છે.

આજે ચાલુ થયેલ ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓ બાબુભાઈ કટારા, બી.ડી. વાઘેલા અને મહેશભાઇ ભુરીયા પોતાની પેનલને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઝાલોદ APMC ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાંયલો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૪૮૭ મતદારો ૧૫ ઉમેદવારો નું ભાવી નક્કી કરશે. અને પોતાના ચાહિતા ઉમેદવારને જીતાડવા માટે મતદાતાઓની લાંબી લાઈન સવારથી જ જોવા મળી રહી છે. આજની APMC ની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય એના માટે APMC માર્કેટના ગેટ થી માંડી ગામડી ચોકડી સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઝાલોદ APMC ચૂંટણીના પડઘા વિધાનસભામાં પણ જોવા મળનારા હોવાનું હોવાથી APMC કબજે કરવા નેતાઓમાં રીતસરની હોડ જામેલી જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા APMC ની ચુંટણીનું પરિણામોની રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સાબિત થશે એવું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments