PIYUSH GAJJAR – VIRAMGAM
ટાટા નેનો જેવી કંપની આ સ્થાનિકોને રોજગારી નહીં અપાયાના આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોરે 23મીએ રેલી યોજી નેનોને તાળાબંધીનું એલાન કર્યું છે. વિરમગામ વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત તાલુકામાં મારુતી સુઝુકી, હિન્દુસ્તાન ગમ, સાણંદના નેનો પ્લાન્ટમાં યુવાઓને રોજગારીની ગુલબાંદો બાદ પણ નેનોને શરૂ થયે વર્ષો બાદ પણ સ્થાનિકોને રોજગારી નહીં અપાતી હોવાના આક્ષેપ સાથે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે 23મીએ રેલી યોજી નેનોને તાળાબંધીનું એલાન કર્યું છે ત્યારે તેના કાર્યક્રમના વિરોઘમાં વિરમગામ, માંડલ, દેત્રોજ સહીતના 40 થી વઘુ ગામોનાં સરપંચો તેમજ ખેડુત આગેવાનોએ વિરમગામ પ્રાંત અઘિકારીને આવેદન પત્ર આપ્યુ હતુ.
આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે વિરમગામ તાલુકાના, હિન્દુસ્તાન ગમ ,ટાટા નેનો, માંડલ ની મારૂતી સુઝુકી ,હોન્ડા સહિત ની કંપનીઓમા ઔદ્યોગીક એકમોએ વિસ્તારમાંના લોકોને રોજગારી આપી છે. તેમજ કંપની દ્વારા વિવિઘ સુવિઘા મેડીકલ કેમ્પ, શિક્ષણ, એમ્બ્યુલન્સ જેવી સુવિઘાઓ આપી છે? અને નેનોને પગલે બીજા અનેક ઉદ્યોગો આવતા અસંખ્ય બેરોજગારોને નોકરીઓ મળી છે. ઉદ્યોગોને પગલે વિસ્તારના ધંધા-રોજગાર પણ ખીલ્યા છે અને કેટલાક ઈસમો ખોટી અફવાઓ કરી પ્રજાને ભડકાવી રેલી તેમજ નેનોને તાળાબંધીની વાત કરી રહ્યા છે. આવા શખ્સોને આમ કરવાની કોઈ મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેમાં સૌનું હિત છે.