Sunday, April 6, 2025
Google search engine
HomeDahod - દાહોદટ્રક ચાલકોની હડતાળને પગલે જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં...

ટ્રક ચાલકોની હડતાળને પગલે જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી, લોકોને અફવા ન ફેલાવવા અપીલ

સરકારના વાહન ચાલકો માટેના કાયદા વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશનો દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામ ની સ્થિતિને પગલે દાહોદ જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને આવી સ્થિતિ ન આવે તેવી તકેદારીના ભાગરૂપે કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા સેવા સદનમાં બેઠક યોજવામાં આવી હતી.

સમગ્ર જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડીલર્સ, રાંધણ ગેસ સીલીન્ડર વિતરકો, સીએનજી ગેસ એજન્સી સંચાલકો વગેરે એસોસીએશનના પ્રમુખોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જો કે સરકાર દ્વારા ગઈ કાલે આ કાયદાને હાલ પૂરતો મુલતવી રાખવાના નિર્ણયને લીધે ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. પરંતુ આવી સ્થિતિ આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના સામાન્ય નાગરિકો અને જનજીવનન પ્રભાવિત ન થાય તે માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ, શાકભાજી, દૂધ, ઘાસચારો, ઇંધણનો પુરતો જથ્થો રહે તેની ખાતરી કરવા કલેકટર ડો હર્ષિત ગોસાવી દ્વારા તમામ ડીલર્સને સુચન કરાયું હતું.

જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સ્થિતિ નિર્માણ થાય તો લોકોએ પેનિક ન થવું, એમ્બ્યુલન્સ, કમ્યુનિકેશન, વસ્તુઓનો પુરતો સ્ટોક, ઈમરજન્સી સેવાઓ, ટ્રાફિક જામ ન થાય જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ અધિક્ષક, ડી.વાય.એસપી., પીઆઈ વગેરે પોલીસ સ્ટાફે પણ ડીલર્સને ખાતરી આપી હતી કે તેઓ ઈમરજન્સી માં કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. ઈમરજન્સી સેવાઓ, બીમાર લોકો, સગર્ભા મહિલાઓ, એમ્બ્યુલન્સને પ્રાધાન્ય આપી આવી સ્થિતિમાં અગ્રીમતા આપે.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી મીતેશ વસાવા, આર ટી ઓ. સી ડી પટેલ સહિત અધિકારીઓ અને એશોશીયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીએ અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને અફવા ન ફેલાવવા માટે અપીલ કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments