Thursday, November 21, 2024
Google search engine
HomeDahod - દાહોદટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજે સવારે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2022 સુધીના કાર્યક્રમ અંતર્ગત મોટી યોજનાઓના અમલીકરણ અંગેના સેમિનારનું આયોજન કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લાના કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ તથા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

દાહોદમાં આજે સવારે ૧૦:૦૦ વાગ્યાના સમયે ટ્રાન્સફોર્મમિંગ ઇન્ડિયા 2022 ના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હીથી બાય પ્લેન બરોડા અને બરોડથી બાય રોડ દાહોદ આવી પહોંચ્યા હતા અને દાહોદ સીર્કિટ હાઉઝ ખાતે તેઓનું દાહોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત સંગઠનની હોદ્દેદાર મહિલાઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું. અને ત્યાર બાદ સાંસદને મળી તેઓ કલેકટર કચેરીએ આયોજનની બેઠક લેવા માટે પહોંચી ગયા હતા અને ત્યાંથી ૧૧:૦૦ વાગે તેઓ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપી ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્રાન્સફોર્મિંગ દાહોદ કાર્યક્રમની દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. અને ત્યારબાદ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાના કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર સાથે 3 કલાક બેઠક કરી હતી જેમાં જિલ્લામાં શિક્ષણમાં પ્રશિક્ષણની જરૂર ઉપર ભાર મુક્યો હતો અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં જુદા જુદા PHC અને CHC તો છે જ પણ ગામડાના લોકો શહેરના મોટા દવાખાને આવતા ખચકાય છે કે મારી બીમારી કોઈને નથી જણાવી અને એટલે દવા કરવતો નથી એના માટે ગામડે ગામડે મોબાઈલ ડિસ્પેન્સરી શરુ કરી અને તેને ફેરવવાનું શરુ કરવાનું કહ્યું હતુ તથા શિક્ષણ અને આરોગ્ય ની સાથે આર્થિક રીતે પણ જિલ્લાના લોકો, ખેડૂતો, વેપારીઓ સમૃદ્ધ કેવી રીતે થાય અને દાહોદ સ્માર્ટ સિટીમાં જ દાહોદના યુવાઓને કઈ રીતે રોજગાર મળે જેથી અહીંનો યુવાન અહીજ રહીને કામ કરી શકે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર વિજય ખરાડીએ કર્યું હતું જયારે આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે કરી હતી. આ પ્રસંગે પ્રભારી સચિવ રાજકુમાર, સચિવ સંજીવ કુમાર, , જિલ્લા પ્રભારી સચિવ સોનલ મિશ્રા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહ, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઇ ભાભોર, દાહોદ નગરપાલિકાના પ્રમુખ સયુંકતાબેન મોદી, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, અધિક નિવાસી કલેકટર આર.એમ.ખાંટ, આયોજન અધિકારી કે.એસ.ગેલાત, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.વી. ઉપાધ્યાય, જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, સરપંચો, આશા વર્કર બહેનો, તલાટી કમ મંત્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

This News Sponsored By : HONDA NAVY

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments