તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018માં પોતાના પડતર પ્રશ્નોના નિકાલ માટે હડતાલ કરવામાં આવી હતી તે સમયે આ પડતર પ્રશ્નોના નિકાલ લાવવા માટે નાયબ મુખ્યમંત્રીએ તલાટી કમ મંત્રી મહામંડળને હકારાત્મક બાહેધરી આપી હતી. જે આધારે તલાટી મહામંડળ દ્વારા હડતાળ સમાપ્ત કરવાનો આદેશ કરતા તમામ રાજ્યના તલાટી કમ મંત્રીઓમા પોતાના પ્રશ્નોનો નિકાલ આવશે તેવી ખુશી છવાઈ ગઈ હતી અને હડતાળ સમાપ્ત કરી ફરજ ઉપર પરત હાજર થઇ ગયા હતા પરંતુ તે બાબતે આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, મહેસુલ મંત્રી વિગેરે મંત્રીઓને વારંવાર લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવા છતાં ત્રણ વર્ષમાં કોઈ ઉકેલ લાવવામાં આવેલ ન હતો. જે આધારે તલાટી કમ મંત્રીઓએ આ પ્રોગ્રામ અને ઓનલાઇન કામગીરી, મહેસુલ કામગીરીનો તલાટી મંત્રીઓના કેડરના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરીશું તે સંદર્ભે દાહોદ જિલ્લાના ફતેપુરામાં તાલુકા પંચાયત કચેરી ખાતે એક દિવસની હડતાળ – ધરણા પર બેઠેલ હતા અને તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ તમામ તલાટી મંત્રી પોતાના જિલ્લા મંત્રી મંડળની આગેવાનીમાં જે તે જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે ધરણાં કરશે તેમજ તા.૧૨/૧૦/૨૦૨૧ ના રોજ તમાંમ જિલ્લાના તલાટી કમ મંત્રી દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણાં કરવામાં આવશે અને તેમ છતાં જો પ્રશ્નોના નિકાલ ન થાય તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવાની રજૂઆતો કરવામાં આવી હતી
તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીએ કરવામાં આવ્યા ધરણા
RELATED ARTICLES