Thursday, January 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામતાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પાણીજન્ય તથા વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે...

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પાણીજન્ય તથા વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયુ

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– પાણીજન્ય કે વાહકજન્ય રોગ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટર નો તાત્કાલીક સંપર્ક કરવો

જળએ જીવન છે પરંતુ એ જ જળ જો દુષિત હોય તો રોગનું કારણ પણ બની શકે છે. વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પાણીજન્ય તથા વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સેવા વિસ્તારમાં આવેલ વાંસવા ગામ ખાતે જનજાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને ઝાડા ઉલ્ટી, કોલેરા, કમળો, ટાઇફોઇડથી બચવાના ઉપાયો ઉપરાંત મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, પ્રા.આ.કેન્દ્ર વાંસવાના ડો.ધારા પટેલ, બચુભાઇ સાપરા, ભાવેશ રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ઝાડા, ઉલ્ટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોથી બચવા માટે નળમાંથી આવતુ પાણી પ્રથમ પાંચ મિનીટ જવા દીધા પછી પીવાના ઉપયોગમાં લેવું, પાણીની ટાંકી સાફ રાખવી, પાણી ઉકાળીને પીવુ, ખુલ્લા જળસ્ત્રોતનું પાણી પીવાનું ટાળવુ, ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહિ, ક્લોરીન યુક્ત પાણી પીવુ જોઇએ. મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે શરીરના અંગોને ઢાકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ, મચ્છરથી રક્ષણ આપતી અગરબત્તીનો ઉપયોગ કરવો, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો જોઇએ. હવાચુસ્ત ઢાંકણવાળા વાસણમાં પાણીનો સંગ્રહ કરવો. પાણીની ટાંકી, ફુલદાની, ફ્રીજની ટ્રે, પાણીના કુંડા સહિતના પાત્રો અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવા જોઇએ. પાણીજન્ય કે વાહકજન્ય રોગ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો તાત્કાલીક સંપર્ક કરવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments