76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં ચિરાગભાઈ શાહ ના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તથા ભારત માતાની આરતી કરવામાં આવી હતી. સાથે જ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની આર્મીની કમાન છોકરીઓ દ્વારા સાંભળવામાં આવી હતી અને ખૂબ જ સરસ રીતના પરેડ કરવામાં આવી હતી.
તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા ખાતે રીચ ઇન્ડિયા ની ટીમ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એજ્યુકેશન, ચંદ્રયાન, ભારતીય સંવિધાન, કોરોના, ડોક્ટર વોરિયર, મોબાઈલ, આર્મીમાં જઈને દેશની સેવા કરવા માટે , પિરામિડ ડાન્સ તથા દેશભક્તિના વિવિધ ડાન્સ નાટક ના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.