વર્ષ 2017 અને 2018ની સાલમાં તેલંગણા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગ તરખાટ મચાવેલ જે 29 ગુનાની ઘરફોડ ચોરી ગેંગના આરોપીને તેલંગણા રાજ્ય પોલીસની તપાસમાં ઘરફોડ ચોરીનું પેગરુ દાહોદ સુધી લંબાવેલ. આ ઘરફોડ ચોરી ગેંગને પકડવા માટે તેલંગણા પોલીસ દાહોદ ખાતે આવી તપાસનો દોર લંબાવેલ.
ગુનાઓની ગંભીરતા સમજી આ ગેંગના બાકીના સભ્યોને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે LCB PSI પી.બી.જાદવ તથા પેરોલ ફર્લો PSI એ.એમ.સોલંકી તથા ગરબાડા પોલીસ સ્ટેશનના PSI આર.આર.રબારીનાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
આ ગેંગના સભ્યોને પકડી પાડવા સારું LCB PSI પી.બી.જાદવનાઓએ વ્યૂહાત્મક રીતે જુદી જુદી ટીમો પાડી વેશપલટો કરી આરોપીને ઝડપી પાડવા વોચ ગોઠવી તે દરમ્યાન આજ રોજ વહેલી સવારના આ ગેંગના આરોપીઓ ઝડપી પાડવા સારૂ ટીમો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતી દરમિયાન આધારભૂત માહિતીના આધારે નાસતા ફરતા આરોપી રામા બદીયાભાઈ પરમાર રહે.સાહડાનાનો પાંચવાડા ત્રણ રસ્તા ઉપર આવેલ હોવાની માહિતીના આધારે આ ટીમો તથા ગરબાડા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડેલ.
આ પકડાયેલ ગેંગના આરોપી પાસેથી સોનાની વીંટી, કાનની વાળી, સોનાનું મંગળસૂત્ર, ગળામાં પહેરવાનો હાર-સેટ વગેરે મળી સોનાના કુલ 300 ગ્રામ દાગીના તથા ચાંદીની થાળી, વાટકી, ગ્લાસ, ચમચી, ચાંદીની પૂજાના દીવા વગેરે મળી કુલ 500 ગ્રામ જેટલી ચાંદી મળી ₹.9,00,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.
આ ગેંગના કુલ ચાર સભ્યો તેલંગાણા રાજ્ય ખાતે ટ્રેનમાં બેસી મુસાફરી કરી મજૂરી કરવાના બહાને દિવસ દરમિયાન સોસાયટીના બંધ મકાનોની રેકી કરી રાત્રિના સમયે લોખંડના ખાતરીયા વડે તાળા તોડી મકાનોમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ઘરફોડ ચોરી કરતા અને ચોરી કર્યા બાદ વહેલી સવારના ટ્રેનમાં બેસી તેલંગણા થી ઘેર પરત આવતા રહેતા હતા.
આ ગેંગનો પકડાયેલ આરોપી રામા બદીયા પરમાર અગાઉના વર્ષોમાં પણ આવી જ રીતે તેલંગાણા રાજ્યમાં પકડાયેલ અને ત્યારબાદ ત્રણ મહિનાની જેલ ભોગવી જામીન પર મુક્ત થયા બાદ ફરીથી આ ગેંગમાં સામેલ થઈ ટ્રેનમાં બેસી તેલંગાણા ખાતે જઈ ઘરફોડ ચોરીઓને અંજામ આપતા.
પકડાયેલ ઘરફોડ ચોરીની ગેંગના આરોપી રામા બદીયા પરમાર તેલંગાણા રાજ્યના ડુંડીગલ, તિરૂપતિ, ઘાટકેશર, મીરપિત, બોવિનપલ્લી, ભેમલી, અલિપિરી વગેરે જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના 29 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાઈ આવેલ.
આમ દાહોદ પોલીસને આંતરરાજ્ય સાહડા ગેંગના ઘરફોડ ચોરીના 29 ગુનાના ફરાર આરોપી રામાભાઈ પરમાર રહે. સાહડાનાને ₹.9,00,000/- ના સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડવામાં સફળતા મળી.