દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મામલતદાર અને પોલીસ મેડિકલ સ્ટાફ દ્વારા બજારમાં વેપારીઓ તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ વગર કામનું બજારમાં ન આવવા અને ફરવાની સમજણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં ટીડીઓ, મામલતદાર, પી.એસ.આઇ, હેલ્થ ઓફિસર અને તેઓના સ્ટાફ સાથે કોરોનાનો સંક્રમણના ફેલાય તે માટે ફતેપુરાની અંદર ગામડા ઓમાંથી વગર કામે આવેલા હોય તેવા લોકોને ન આવવા અને બજારમાં વગર કામના ન ફરવા તેમજ દુકાનોમાં જાઓ ત્યારે એકબીજાને ચેપ ના લાગે માટે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, એકબીજાથી દૂર રહી નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું વિગેરે જેવી સમજણ આપવામાં આવી હતી.
કન્ટેઇનમેન્ટ ઝોન એરિયાની મુલાકાત પણ લેવામાં આવી હતી, તેમજ માસ્ક વિહોણા ફરતા ગાડીઓ વાળાઓ, બાઈક ચાલકો તેમજ વેપારીઓને માસ્ક ન પહેરેલા હોય તેઓ સાથે દંડનીય કાર્યવાહી કરી ૧૪ જેેેટલા ઈસમો પાસે થી ₹. ૧૪,૦૦૦/- જેટલો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.