દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે બસ અને ઈન્ડીકા કાર વચ્ચે અસ્ક્માત થતા બસના ડ્રાઈવર ઈશ્વર શંકરભાઈ રાઠવાએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૭/૪/૧૬ના સવારના ક.૭/૧પ વાગ્યાના સુમારે તેઓ પોતે તથા બસના કંન્ડકટર કિશોરભાઇ પટેલનાઓ સાથે બસ નંબર જી.જે.૧૮,વાય.૮૭૬૬ નાની બસ લઇ દાહોદ એસ.ટી.ડેપોમાંથી સુરત જવા માટે નીકળેલ ત્યારે હાઇવે રોડ ઉપર એક જ સાઇડનો રોડ ચાલુ હોય જે રોડ ઉપર હુ મારી એસ.ટી.બસ મારી સાઇડે લઇને જતો હતો ત્યારે આશરે ૭/૪પ વાગ્યાના સુમારે દાભડા ગામે શ્રીરામ સ્કૂલની પાસેથી પસાર થતા સામેથી એક ટ્રક આવતી હોય તેની ઓવર ટ્રેક કરી એક ઇન્ડીકા કાર સામેથી પુર ઝડપે આવતી હોય અને આજ વખતે મારી એસ.ટી.બસની ઓવર ટ્રેક કરી એક ટ્રક નીકળતી હોય આ બંન્ને અથડાશે જેથી મે મારી એસ.ટી.બસ બ્રેક કરી ઉભી કરી દીધેલ અને આ ઇન્ડીકા કારનો ચાલક એકદમ ગભરાઇ ગયેલ હોય ખાલી સાઇડે જઇ પાછી ડ્રાઇવર સાઇડે લઇ આવી મારી એસ.ટી.બસ સાથે આગળના શોના ભાગ સાથે અથડાઇ ડીવાઇડર સાથે અથડાઇ ઉભી રહી ગયેલ જેથી હુ તથા મુસાફરો નીચે ઉતરી જોયેલ તો ઇન્ડીકા કારમાં ફકત ચાલક એકલો જ હોય તેને વાગેલ હોય તેને નાકમાંથી લોહી નીકળતુ હતુ અને આ દરમ્યાન કોઇકે ૧૦૮ને ફોન કરતા તે આવી જતા ઇન્ડીકા કારના ચાલકને ૧૦૮ના માણસો દવાખાને સારવાર માટે લઇ ગયેલા અને મે આ ઇન્ડીકા કારનો નંબર જોયેલ તો જી.જે.ર૭ સી.૬૦રર સીલ્વર કલરની છે. અને ત્યાર બાદ મે મારા એસ.ટી.ના મુસાફરોને બીજી બસમાં બેસાડી રવાના કરી મેં લીમખેડા પોલીસ મથકે આવી તમામ હકીકત જણાવી ફરીયાદ નોંધાવી હતી.
દાભડા ગામે ઈન્ડીકા કારનો એસ.ટી. બસ સાથે અકસ્માત થતા કાર ચાલકનો આબાદ બચાવ
RELATED ARTICLES