NewsTok24 – Priyank Chauhan – Garbada
BREAKING – RAHUL MOTORS – HONDA
દાહોદ જીલ્લા ના ગરબાડાના કોંગ્રેસ ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ગઈ કાલે છોટા ઉદયપુર પાર્ટીના કામે ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પર ફરતા તેમને આ
વેલી ચાર ટપાલો આપવામાં આવી હતી. જે પૈકી ની એક ટપાલ ખોલી ને વાચતા તેમાં નનામી પત્ર હતો અને તેમાં કોઈ પણ જાતના નામ ઠામ વગર લખેલ તેમે જો કોઈ બીજા પક્ષ નું કામ કરશો તો તેમને ઉડાવી દઈશું. જે વાંચતાની સાથે ચંદ્રિકાબેન પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને આ સમગ્ર ઘટના ની જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ પત્ર ક્યાંથી અને કેવી રીતે આવ્યો છે અને કોને ગેરકાયદે કૃત્ય કર્યું છે. હવે આતો તપાસ ના અંતેજ ખબર પડશે કે ખરેખર કોઈકે ચુંટણી ને ધ્યાનમાં રાખી આ ધમકીજ આપી છે કે પછી તેમને ગેર માર્ગે દોરવા આ કૃત્ય કર્યું છે.