જિલ્લાના કુલ ૨.૨૩ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને કુલ ૨૨૫ મે. ટન ચણાનું રાહત ભાવે આ વિતરણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૫૦ વિકાસશીલ તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ NFSA રેશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ માસીક ૧ કિગ્રા ચણાનું રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા. ના ભાવે વિતરણ કરાશે. રાજ્યના ૫૦ વિકાસશીલ તાલુકા પૈકીના દાહોદ જિલ્લાના ધાનપુર, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, લીમખેડા, સીંગવડ, દેવગઢ બારીયા, સંજેલી તાલુકાઓના કુલ ૨૨૩૫૬૪ એનએફએસએ કાર્ડ ધારકોને કુલ ૨૨૫ મે. ટન ચણાનું રાહત ભાવે આ જુલાઇ મહિનામાં વિતરણ કરાશે એમ દાહોદનાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
દાહોદનાં આઠ તાલુકાઓમાં NFSA રેશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ માસીક ૧ કિગ્રા ચણાનું રાહત ભાવે વિતરણ કરાશે
RELATED ARTICLES