દાહોદ બીજેપી કાર્યાલય ખાતે આજે તા.૦૮/૧૦/૨૦૨૨ ને શનિવારના રોજ વાસ્તુ પૂજા કરવામાં આવી. બીજેપીનું નવું કાર્યાલય “કમલમ્” દાહોદ સ્થિત છાપરી મુકામે તૈયાર થઈ ગયેલ છે. જે અનુસંધાને આ શુભ પ્રસંગે આજે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને “કમલમ્” ખાતે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયારે વાસ્તુ પૂજા કરી હતી અને સાથે સાથે જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની અને સ્નેહલ ધારિયાં તેમજ સંગઠનના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ભાજપ કમલમ કાર્યાલય ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તૈયારીઓ ચૌદમી ઓક્ટોબરે કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવનાર છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે અને “કમલમ્” જે ઓફિસોનું સેટ અપ છે કાર્યાલયનું કમ્પ્લેન છે વર્ક કમ્પ્લીસન છે તે બધી તમામ તૈયારીઓ ૧૪મી તારીખના ઉદ્ઘાટનને લઈને કરવામાં આવી રહી છે. કદાચ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે.
દાહોદનાં છાપરી મુકામે ભાજપ કાર્યાલય “કમલમ્” નું જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર દ્વારા વાસ્તુ પૂજન કરવામાં આવ્યું
RELATED ARTICLES