PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સાંઈ મિત્ર મંડળ દ્વારા ફતેપુરા તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પાક તેમજ ઢોરઢાંખર ને પાણી ન પડવાને કારણે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે તથા વરસાદ ન પડવાના કારણથી અને પાક સુકાવાની તૈયારીમાં હોવાથી સાઇ મિત્ર મંડળ દ્વારા પંચમુખી લીમડા હનુમાન મંદિરે સુંદરકાંડનું આયોજન તેમજ કાલાવાલા હરીને વાલા કેવી રીતે દેવને રીઝવવા માટે ભક્તો એકઠા મળી સુંદરકાંડ તેમજ ધૂન જગાવી હતી. થોડીક વાર માટે વાતાવરણ પવિત્ર બની ગયું હતું અને સર્વે મિત્રોએ ભોલા ભંડારીને નાદ કરી ખુલ્લા દિલથી અને સ્વચ્છ મનથી પ્રાર્થનાઓ કરી હતી અને જયકારા સાથે પૂર્ણાહુતિ કરી હતી