દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે મંદિર શિલાન્યાસના ઉપલક્ષમાં તા.૦૫/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધી શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ, અખંડ રામચરિત માનસ, સંત સંમેલન તેમજ ભજન સંધ્યા, સુદંર કાડં તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાના મિત્રોનો પ્રચાર પ્રસાર માટે ખુબ જ સારો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો હતો તે માટે શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ, દાહોદનાં મહંત શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા આજે તા. ૧૬/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ આભાર દર્શન તથા સ્નેહ ભોજન પ્રસાદ માટે મિડિયાના મિત્રોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ આમંત્રણને માન આપીને દાહોદ શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમ બંને મીડિયાનાં પત્રકાર મિત્રો રામાનંદ પાર્ક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ, દાહોદનાં મહંત શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા દરેક પત્રકાર મિત્રોને સૌ પ્રથમ આવકાર આપતા દરેકને તિલક ચાંદલા કર્યા હતા ત્યારબાદ યાદગીરી સ્વરૂપે ભગવાન શ્રી હનુમાનજી મહારાજ નો એક અદ્દભુત ફોટો, મોમેન્ટો અને પ્રસાદ આપી દરેક પત્રકાર મિત્રોનો આ કાર્યક્રમનાં પ્રચાર પ્રસાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા વતી નરેશભાઈ ચાવડા, પ્રેમશકરભાઈ કડીયા, પરેશભાઈ ચૌહાણ, વિનોદભાઈ પંચાલ, શાબીરભાઈ શેખે સૌ પત્રકાર વતી પુષ્પમાળા અર્પણ કરી અને સાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો હતો. અને ત્યાર બાદ સૌએ સાથે ભોજન પ્રસાદી લઈ મહંત શ્રી જગદીશ દાસજી મહારાજના આશીર્વાદ લઈ વિદાય થયા હતા.
દાહોદનાં રામાનંદ પાર્ક ખાતે શ્રી રામજી મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ સફળતાં પુર્વક પાર પડતાં મહંત શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનાં મિત્રોનો આભાર દર્શન અને ભોજન પ્રસાદ કાર્યક્રમ કરવામાં આવ્યો
RELATED ARTICLES