Monday, January 27, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદનાં સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્વારા ભગવાન રામની...

દાહોદનાં સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

દાહોદ જીલ્લાનાં દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ શ્રી રામનવમી તા:05/04/2017 બુધવારે બપોરે ૩:૩૦ કલાકે ઠક્કરફળિયા રાજરાજેશ્વર મહાદેવ મંદિર, રાજસ્થાન પંચાયત ભવનથી શ્રી રામયાત્રાનું સંસ્કાર સોશ્યલ ગ્રુપ, શ્રી રામયાત્રા સેવા સમિતિ તથા વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક મંડળો દ્વારા ભેગા મળી એક ભવ્ય યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના તમામ સમાજ, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સંગઠનો તથા શહેરના તમામ શ્રી રામભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. યાત્રા દરમ્યાન સૌ પ્રથમ ઘોડા પર સનાતન ધર્મનું ઘ્વજ ત્યારબાદ બેન્ડબાજા સાથે શ્રી રામ ભજનમાં લીન થઈ લોકો ઝૂમી ઉઠતા નજરે પડ્યા હતા. સાથે સાથે આપણા દાહોદ જિલ્લાનું પારંપારીક આદિવાસી નૃત્ય કરતા યુવક-યુવતીઓ શ્રી રામયાત્રા ની શોભા વધારતા હતા. જુદા જુદા મંદિરો માંથી પધારેલ સાધુ સંતોશ્રી, મહંતશ્રીઓ સાથે જીવંત રામ દરબાર પણ તેમની સાથે રથમાં વિરાજમાન હતા. ભગવાન શ્રી રામ તથા ભગવાનની ચરણ પાદુકાઓને વિશેષ સ્થાન સાથે રથમાં વિરાજમાન હતા. શ્રી રામરથ ની આગળ રામ ધૂનમા લીન મહિલાઓ, બહેનો તેઓની ભજન મંડળીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેરનું યુવાધન નાસીક ઢોલના તાલે ભગવાન શ્રી રામની સામે નાચતા, ઝૂમતા નજર આવ્યા હતા.

લગભગ સાઢા ત્રણ કી.મી.ની યાત્રામાં ભક્તો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ દરમ્યાન ધર્મપ્રેમી સામાજિક સંગઠનો, વેપારીઓ દ્વારા શ્રી રામયાત્રા નું સ્વાગત કરવામા આવ્યુ હતું. ઠક્કરફળિયા વેપારી એસોસિએશન દ્વારા બપોર પછી દુકાનો બંધ રાખી યાત્રામાં જોડાયા હતા તથા શ્રી રામયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
. શ્રી રામયાત્રામાં રામભક્તો પારંપરિક ડ્રેસ સફેદ કુર્તા, પાયજામા /સફેદ પેન્ટ-શર્ટ / કેસરી સાફા / પાઘડી / ટોપી / કેસરી ખેસમાં નજર આવ્યા હતા અને મહિલાઓ તથા બહેનો કેસરી / લાલ / પીળી બાંધણીની સાડીઓમાં નજર આવ્યા હતા. શ્રી રામયાત્રામાં ગરમીનું વિષેશ ધ્યાન રાખી પૂરી યાત્રા દરમ્યાન સામાજીક સંગઠનો અને સેવા ભાવી ભક્તો દ્વારા ઠંડુ પાણી, છાસ, શરબત તથા ઠંડાપીણા વિગેરેનું આયોજન સંપૂર્ણ યાત્રા દરમ્યાન કરવામાં આવી રહ્યું છે.

PERSONA PLUZશ્રી રામયાત્રા શ્રી રાજરાજેશ્વરી મહાદેવ મંદિર ઠક્કરફળિયા થી બસ સ્ટેન્ડ થઈ સ્વામી વિવેકાનંદ ચોકથી શેઠ ગિરધરકાકા ચોક (ચાર થાંભલા) થઈ પરત જૈન બુક ડિપોથી મહાલક્ષ્મી ફૂટવેર થઈ રેલ્વે સ્ટેશન રોડ થી રેલ્વે સ્ટેશન થઈ રાજરાજેશ્વર મહાદેવ મંદિર ઠક્કરફળિયામાં આવી હતી, ત્યારબાદ આરતી કરી શ્રી રામયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments