દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ, ગડી રોડ ખાતે પાછલા ૬ દિવસથી ભૂદેવ સેવા સમિતિ દ્વારા ભૂદેવ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહેલ હતી. જેની ફાઇનલ મેચ તા.૦૫/૦૬/૨૦૨૨ ને રવિવારના રોજ રમાડવામાં આવી હતી. સમસ્ત આયોજનમાં 11 ટીમોએ ભાગ લીધો હતો. જેને બીટ કરીને આજ રોજ ચાણક્ય ઇલેવન તથા પરશુરામ વોરિયર્સ વચ્ચે ફાઈનલનો ખરાખરીનો જંગ હતો. જેમાં પરશુરામ વોરિયર્સનો વિજય થયો હતો. વિજેતા ટીમને કપ તથા મેડલ એનાયત કરી સુધીરભાઈ લાલપુરવાલા દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તથા રનર્સ-અપ ટીમને પણ ટ્રોફી તથા મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવી હતી. તથા બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ, મેન ઓફ ધી મેચ, બેસ્ટ કેચ, જેવા પારીતોશિકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ભૂદેવ પ્રિમિયર લિગ ટુર્નામેન્ટ ક્રિકેટની ફાઇનલ મેચ જોવા માટે સુધીરભાઈ લાલપુરવાલા, પ્રશાંત દેસાઈ, બીજલ ભરવાડ, તુલસી જેઠવાણી, શ્રદ્ધા ભડંગ તથા દાહોદની ક્રિકેટ પ્રેમી જનતાએ પણ આ ફાઇનલ મેચ નો ભરપૂર આનંદ માણ્યો હતો.