KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેર દાહોદનાં હાર્દ સમા છાબ તળાવનું સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું. આ ભગિરથ કાર્ય દાહોદ જિલ્લા કલેક્ટરની દેખરેખમાં ખુબજ ટ્યુનિંગથી શરૂ થયું છે. છાબ તળાવની સફાઈ માટે કલેક્ટરશ્રીનાં આદેશ અનુસાર સૌ પ્રથમ તો તળાવમાં જે સિંગોડાના વેલા છે તે JCB ની મદદથી સાફ કરવામાં આવ્યા, ત્યારબાદ કિનારા ઉપરના પગથિયા મોટર પંપ વડે ધોઇને સાફ કરવામાં આવ્યા. હવે જોવાનું એ રહ્યુ કે દાહોદની જનતા ફરવા માટેની શોખીન જ્યારે તળાવ કિનારે ફરવા જશે અને ત્યાં નજીકમાં જ રાત્રી બજાર આવેલુ છે તો આ તળાવની સફાઈને ક્યાર સુધી જાળવે છે?