Saturday, January 11, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદના અભલોડ ગામ ધોળાદાંતા ફળિયામા આવેલા સ્મશાનની જગ્યા તેમજ પાણી પુરવઠાનો સરકારી...

દાહોદના અભલોડ ગામ ધોળાદાંતા ફળિયામા આવેલા સ્મશાનની જગ્યા તેમજ પાણી પુરવઠાનો સરકારી કૂવો તથા સરકારી નળની આજુબાજુની જમીનનો ગેરકાયદેસર કબ્જો નઢેલાવ ગામનાં સરપંચ દ્વારા પચાવી પડવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદના અભલોડ ગામ ધોળાદાંતા ફળિયામા આવેલા સ્મસાન ની જગ્યા તેમજ પાણી પુરવઠાનો સરકારી કૂવો તથા સરકારી નળની આજુબાજુની જમીનનો ગેરકાયદેસર કબ્જો નઢેલાવ ગામનાં સરપંચ રત્નાભાઈ સિઁસ્કાભાઈ હઠીલાએ જાહેર ઉપયોગી મિલકતમા ગેરકાયદેસર કબ્જો કરેલ છે જેની સ્થળ ચકાચણી કરવા તેમજ દબાણ હટાવવા દાહોદ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં અભલોડ ગામ ધોળા દાંતા ફળિયામા આવેલા સ્મશાનની જગ્યા તેમજ પાણી પુરવઠા નો સરકારી કૂવો તથા સરકારી નળની આજુબાજુની જમીનનો ગેરકાયદેસર કબ્જો નઢેલાવ ગામનાં સરપંચ રત્નાભાઈ સિઁસ્કાભાઈ હઠીલાએ જાહેર ઉપયોગી મિલકતમા ગેરકાયદેસર કબ્જો કરેલ છે જેની સ્થળ ચકાચણી કરવા તેમજ દબાણ હટાવવા દાહોદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે નઢેલાવ ગામનાં સરપંચ રત્નાંભાઈ સિઁસ્કાભાઈ હઠીલાએ ધોળા દાંતા ફળીયાનો પંચાયતનો સરકારી કુવામા ગેરકાયદેસર બકોંરૂ પાડી પાણીનો ગેરકાયદેસર રીતે ખેતીમાં ઉપયોગ કરે છે. તેમજ જાહેર સ્મશાનની ગૌચર જમીન તેમજ નળની આજુ-બાજુની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ છે આથી ધોળા દાતા ફળિયાનાં રહીશોએ તેઓને સ્મશાનની જગ્યા તથા સરકારી નળની જગ્યાનો કબ્જો ભોગવટો કરવાની ના પડેલ ત્યારે નઢેલાવ ગામનાં સરપંચના પુત્ર કમલેશ રત્નાંભાઈ હઠીલા એ એકાદ મહિના પહેલા સ્મશનમાં ગામમા મરણ થવાથી સ્મશાન વિધીમાં ગયેલ ત્યારે સરપંચ તથા તેમનાં છોકરાએ કહ્યુ કે આજે તમે સ્મશનમાં કેમ આવ્યાં અને જો હવે પછી આ જગ્યા એ કોઈને અગ્નિદાહ કરવામાં આવશે તૌ તમારામાંથી જીવતાં માણસોને આગમાં હોમવામાં આવશે અને હુ સરપંચ છું તમારાથી થાય એ કરી લેજો અને અભલોડ ધોળાં દાતા ફળિયાનાં લોકોને જાનથી મારી નાખવાની ધમકી નઢેલાવ સરપંચે તથા તેમનાં પુત્રએ આપેલ છે

જેથી અભલોડ ધોળાં દાંતા ફળિયાનાં લોકોએ તેમના સ્મશાન ની જમીન તથા સરકારી કૂવાનો દુર ઉપયોગ બંધ કરવા તેમજ પાછું મેળવવા દાહોદ કલેકટર સાહેબને આવેદન પત્ર આપેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments