૨૩ ભગવાનની પ્રતિમા ૨૩ જિનવાણી ૨૩ લાડુ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. ભગવાન પારસનાથજીના મોક્ષ કલ્યાણકની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. દાહોદ શહેરમાં આચાર્યની નિશ્રામાં ભક્તામર સમ્યક જ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જૈન સમાજના પુષ્પદંત નિલયમાં ભગવાન પારસનાથજીના મોક્ષ કલ્યાણ મહોત્સવની અભૂતપૂર્વ ઉજવણી શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૩ ભગવાનનો ૨૩ જિનવાણી સાથે ૨૩ નિર્વાણ લાડુ સાથે ભગવાનની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ રીતે ૨૩ ભગવાનને પાલખીમાં બેસાડી પ્રથમ વખત દાહોદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ વેળાએ સમાજના લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ છવાયો હતો અને પુરા વિધિ-વિધાન સાથે ભગવાનને લાડુ ચઢાવવામાં આવ્યા હતા.
દાહોદ શહેરના પુષ્પદંત નિલયમાં પાછલા કેટલાય દિવસથી શ્રમણાચાર્યશ્રી વિમદસાગરજી મુનિરાજ સંસદ બિરાજમાન છે તેમની નિશ્રામાં પાછલા કેટલાય દિવસથી ભક્તામર સમ્યક જ્ઞાન શિક્ષણ શિબિર ચાલી રહી છે તા.૧૭ ને શુક્રવારના રોજ પારસનાથ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહાવીર શેરીના પદ્મપ્રભુ જિનાલયથી ૨૩ ભગવાનોને ૨૩ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા સાથે જ ૨૩ જિનવાણી અને ૨૩ નિર્માણ સાથે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડબાજા ના સથવારે દાહોદના રાજમાર્ગો ઉપર સવારના ૦૭:૩૦ કલાકે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું આ રીતે જૈન સમાજના અને દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત ૨૩ ભગવાનની પ્રતિમા પાલખીમાં બિરાજમાન કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રદ્ધાળુઓના ખભે પાલખીમાં બિરાજમાન ભગવાનની પ્રતિમા સાથે અલૌકિક દ્રશ્ય જોવા મળ્યા હતા શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી મહાવીર શેરી ના પુષ્પદંત નિલય પહોંચતા આચાર્ય ગુરુવર દ્વારા ભગવાનના મોક્ષ કલ્યાણની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આચાર્ય મુનિરાજ વિમદ સાગરજી મહારાજે ભક્તામરના અઢારમા કાવ્યની વ્યાખ્યા કરતા તેમના પ્રવચનો જણાવ્યું હતું કે શત્રુ બે પ્રકારના હોય છે એક અંતરંગ શત્રુ અને બીજો વહિરંગ શત્રુ. અંતરંગ શત્રુ આપણા પાપ કર્મ છે, અંતરાય કર્મ શત્રુ છે જે સુખો ને ભોગવવા નહીં દે અને વહિરંગ શત્રુ આપણી આસપાસમાં રહેવાવાળા લોકો જ છે જેને આપણી આપણા સમાજીયે છીએ તે જ લોકો દગો દે છે અને આપણા શત્રુ થઈ જાય છે દુશ્મની ગમે તેટલી કરો પરંતુ ગુંજાઇશ એટલી રાખવી જોઈએ કે પુનઃ દોસ્તી થાય તો શર્મિંદા ન થવું પડે સાચો મિત્ર એ જ છે જે તમને મંદિરમાં સારા કાર્યો તરફ દોરી જાય વધુમાં આચાર્યજીએ જણાવ્યું કે માત્ર ખાવાનું કે ચા પીવડાવવાનું નામ જ દોસ્તી નથી એ વિચાર ના કરો કે કોણ કેટલુ કંજૂસ છે પણ એ વિચાર કરો કે તમે કેટલું દાન કર્યું છે એ જુઠ્ઠું કેટલું બોલે છે તેવો વિચાર નહિ પરંતુ તમે કે તે વિચાર કરો કે હું કેટલું સાચું બોલું છું એવો વિચાર ન કરો કે આ કેટલી ગાળો બોલે છે આપણે એવો વિચાર કરો કે આપણે કેટલા ભજન કરીએ છીએ અહંભાવ માં નજીવો અહોભાવમાં જીવો કહેવું જોઈએ કે અહોભાવ અમારુ કે ગુરુઓના પ્રવચન સાંભળવા મળે છે તેમની સેવા અને આહાર આપવા મળે છે અહંભાવ માં મિત્ર પણ શત્રુ બની જાય છે અને અહોભાવમાં શત્રુ પણ મિત્ર બની જાય છે ત્યારબાદ ખુબ જ હર્ષોલ્લાસ અને વિધિવિધાન સાથે ૨૩ ભગવાનના અભિષેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ પારસનાથ ભગવાનને નિર્માણ લાડુ ચઢાવવામાં આવ્યા હતા સાથે શાસ્ત્ર ભેટ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા, વિજયનગર સહિતના વિવિધ ગામો અને શહેરોથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઊમટ્યા હતા સવારના ૦૭:૦૦ કલાકથી શરૂ કરાયેલ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પ્રીતિભોજન યોજાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને આનો લાભ લીધો હતો